આઝાદી પછી પ્રથમ વખત દ્વિ-ધ્રુવીય ચૂંટણી લડવાનો શ્રેય ગુજરાતને મળ્યો. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આ પડકાર અને તેની ગંભીરતા પણ સમજી લીધી હતી. તેમના માટે તે સમજવું મુશ્કેલ નહોતું કે આ ચૂંટણીની હાર તેમના રાજકીય અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે. આથી, ગુજરાતની ચૂંટણી જીતવા તેમણે સંપૂર્ણ તાકાત લગાવી, દિવસ-રાત એક કરી સો કરતા વધારે જાહેર સભાઓને સંબોધિત કરીને તેમણે જનતાને પોતાની તરફ દોરવાના પ્રયાસ કર્યાં પરંતુ પ્રયાસ અસફળ રહ્યા. યેન-કેન-પ્રકારે કોંગ્રેસ દ્વારા ગુજરાતની ચૂંટણી જીતવા માટે કરવામાં આવેલા તમામ પ્રયત્નો નિરર્થક રહ્યા. એટલા સુધી કે ‘ગુજરાતની પુત્રવધૂ’ ના નામે આકર્ષવાનો નુસખો પણ કોઈ અસર બતાવી શક્યો નહિ.
ગુજરાતની જનતાએ પણ તેના મૂડ વિશે કોઈને જાણ ન થાય એ રીતે ઈન્દિરા ગાંધીને સતત ચોથી વાર હરાવીને જનતા મોરચાને વિજયમાળા પહેરાવી. આમ, 12 જૂન, 1975 ના દિવસે, ભારતીય લોકશાહીને નવી દિશા મળી.
ગુજરાત ના જન-આંદોલન અને સામાન્ય નાગરિકોના આંદોલનોને કચડી નાખવા માટે શ્રીમતી ઈન્દિરા ગાંધી અને તેમના સાથીઓએ તેમના અનેક હથકંડાઓ અજમાવ્યા પરંતુ તેઓ દર વખતે નિષ્ફળ ગયા અને જનતા જીતતી રહી. તે દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી શ્રીમતી ગાંધીની ડગમગતી પરિસ્થિતિને વધુ એક આંચકો મળ્યો. ગુજરાતના પરિણામો અને અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના આંતરિક રાજકારણમાં તોફાન સર્જાયું. શ્રીમતી ગાંધીની પગ તળે જમીન ખસકવા જેવી સ્થિતિ થઇ હતી. શ્રીમતિ ગાંધીના બધાજ દાવપેચ અહી નિષ્ફળ થઈ ગયા હતા.
સત્તાના લોલુપ શ્રીમતી ગાંધી કોઈ પણ રીતે સત્તા છોડવા તૈયાર ન હતા. તેથી, તેઓ પોતાની સત્તા જાળવી રાખવા માટે વધુ ચિંતિત હતા. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે તેમના રાજીનામાની માંગ જોર પકડતી હતી. આ માંગ અંગે તેમના સાથીદારો વચ્ચે પણ સહમતિ થતી જણાતી હતી. શ્રીમતી ઈંદિરા ગાંધીને આ બધી આફતો સામે રક્ષણ આપવા માટે કોઈ નવા શસ્ત્રની જરૂરિયાત અનુભવાઈ અને આ રીતે સત્તા ખોઈ બેસવાના ભય માંથી ‘કટોકટી’ ના વિચારને જન્મ મળ્યો. આમ તો ઘણી બાબતોથી તે સાબિત થાય છે કે ‘ઇમર્જન્સી’ થોપવાનો વિચાર અને તેને લાદવાની તૈયારી 26 જૂન પહેલા થઇ ગઈ હતી.
દિલ્હીમાં ભારતની સ્વતંત્રતાને નુકસાન પહોંચાડવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. તે જ સમયે, જનતા મોરચા દ્વારા ગુજરાતમાં સાચા અર્થમાં લોકશાહી શાસન સ્થાપિત કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જૂન 19 ના રોજ, ગુજરાતમાં મોરચા સરકારે શ્રી બાબુભાઇ પટેલના નેતૃત્વમાં સત્તાની લગામ સંભાળી, પરંતુ માત્ર સાત દિવસમાં જ ગુજરાતની મોરચા સરકાર ની સ્થિતિ કોઈ અનાથ બાળકની જેમ થઈ ગઈ. માતા સમાન લોકશાહીના ગર્ભ માંથી જન્મેલી, ‘મોરચા સરકાર’ ની માતૃશક્તિ રૂપી લોકશાહીનું ‘કટોકટી’ ની રેશમી રસ્સીથી ગળુ દબાવી દેવામાં આવ્યું હતું.
એક વર્ષના સંઘર્ષ બાદ ગુજરાત આરામ કરી રહ્યું હતું. જનતા સરકારની રચના બાદ નેતાઓ પણ થોડી શાંતિનો શ્વાસ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક 25 જૂન, 1975 ની ઉનાળાની રાતના અંતિમ પહોરમાં ગુજરાતના નેતાઓ ના ટેલિફોન વાગવા લાગ્યાં. એક અનિચ્છનીય બનાવ બન્યો હતો. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે સરકાર આવું કડક પગલું ભરશે. આખી રાત દિલ્હીથી સંદેશા આવતા રહ્યા-
-જે પી. ની ધરપકડ …
-મોરારજી ભાઈ પકડાયા …
– નાનાજીની શોધખોળ ચાલી રહી હતી …
-સંઘ કાર્યાલયોને પોલીસે ઘેરી લીધાં હતાં …
-રાજકીય પક્ષોની કચેરીઓ પર પોલીસે દરોડા …
-પોલીસ વાહનો આખા દિલ્લી શહેરમાં ફરી રહ્યા હતાં …
-સૈન્ય વાહનો પણ ક્યાંક ક્યાંક જોવા મળતા હતા …
-સમાચાર પત્રોનો પણ સંપર્ક કરી શકાય તેમ નહોતો …
-ક્યાંક ક્યાંક તો પોલીસ દ્વારા જ ટેલિફોન રિસીવ કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું …
-મામલો સમજની બહાર હતો …
-તમે તમારા સ્થાનથી હટી જાઓ …
-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કચેરીઓ ખાલી કરાવવામાં આવે …
-મહત્વપૂર્ણ કાગળો અને ફાઇલો સલામત સ્થળે મોકલવામાં આવે …
-દિલ્હી આરએસએસ ઓફિસમાંથી તમામ મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે …
-બોમ્બેને આ સમાચારથી વાકેફ કરાવો …
બીજો ફોન-
-તમને નાગપુર વિશેની માહિતી મળતાની સાથે જ દિલ્હીને જાણ કરો …
-પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ધરપકડને ટાળો, દરેકને જાણ કરો …
-અટલ જી, અડવાણી જી બેંગ્લોર માં છે …
-તમિલનાડુ સરકારની પરિસ્થિતિ શું છે …
-અજાણ્યા ફોન કોલ્સ પર કોઈ માહિતી આપશો નહીં …
‘તાનાશાહ ‘નું રેડિયો પર પહેલું પ્રવચન પ્રસારિત થાય એ પહેલા જ, આ રીતે પહેલાથી ઘણા સંદેશા અને માહિતી આપવામાં આવી હતી.
વિશેષ: ઉપરોક્ત લેખાંશ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા ‘સંઘર્ષમાં ગુજરાત‘ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. આ પુસ્તક ભારતના તત્કાલીન સરમુખત્યાર મૈમુના બેગમ ઉર્ફે ઇન્દિરા ગાંધી દ્વારા દેશની ‘સ્વતંત્ર જનતા અને તેની લોકશાહી’ ને બંધક બનાવવામાં આવેલ ‘ઇમરજન્સી તબક્કા’ ની વાસ્તવિક જમીનની પરિસ્થિતિને ઉજાગર કરે છે. ટીમ બાબા ઇજ઼રાયલી દ્વારા વિકસિત ‘ઈ-લાઇબ્રેરી‘ પર જઈને તમે આ પુસ્તક વાંચી શકો છો. આવનારા સમયમાં તમને આ ઇ-લાઇબ્રેરીમાં હિન્દુ ચેતના, તેનાથી સંબંધિત વિષમતાંઓ અને વિભિષિકાઓથી સંબંધિત દુર્લભ હિન્દુ-સાહિત્ય મળશે.
શલોॐ…!
આ પોસ્ટ આ ભાષાઓ માં ઉપલબ્ધ છે–