લંડનના ફુટપાથ પર વિશ્વને અંગ્રેજોની હેસિયત દેખાડનારો ભારત માતાનો લાલ…

babaisraeli.com20210123456432

લંડનના ફૂટપાથ પર બે ભારતીયો ઉભા રહ્યા અને તેમાંથી એક વ્યક્તિએ ફૂટપાથ પર બુટ પૉલિશ કરનારાં એક વ્યક્તિને તેના બુટ ને પૉલિશ કરવાનું કહ્યું. પૉલિશ કરવા વાળા વ્યક્તિ એ બુટ પૉલીશ કરી. તો પહેલાં વ્યક્તિએ પોલિશની કિંમત ચૂકવી, અને થોડાક અંતરે ચાલ્યા પછી બીજા એવાં બુટ પૉલિશ કરનાર વ્યક્તિ પાસે પહોંચ્યો.

ત્યાં પણ તેણે તેના બુટ ને ફરીથી પૉલિશ કરાવી. અને તેની કિંમત ચૂકવી. એવીજ રીતે જ્યારે તે વ્યક્તિએ તેના બુટ ની ફરી ફરીને સાત-આઠ વખત પૉલિશ કરાવી ત્યારે તેની સાથે રહેલા બીજા વ્યક્તિની ધીરજ ખૂટી, અને તેણે પૂછ્યું કે એકવાર તમારા બુટ ને પૉલિશ થઈ ગઈ, તો પછી તમે વારંવાર તમારા બુટ ને કેમ પૉલિશ કરાવી રહ્યા છો?

પોતાની સાથેની વ્યક્તિનો આ સવાલ સાંભળીને તે વ્યક્તિએ જવાબ આપ્યો કે પોતાને બાકી વિશ્વના લોકો કરતાં શ્રેષ્ઠ સમજનારા આ અંગ્રેજો, આપણાં ભારત દેશ પર ગેરકાયદેસર કબજો જમાવીને દેશની સંપત્તિ લૂંટી રહ્યા છે. અને દેશવાસીઓ પર અનેકો પ્રકારે અત્યાચાર ગુજારી રહ્યા છે. એથી મને આ ઘમંડી અંગ્રેજો પાસે થી મારાં બુટ ‘સાફ’ કરાવવામાં ખૂબજ આનંદ થાય છે.

તમે જાણો છો કે તે વ્યક્તિ કોણ હતી? તે આપણા બધા ભારતીયોના પ્રિય હતા, આઝાદ હિંદ ફૌજના કમાંડર ઈન ચીફ, ભારતના પહેલા વડા પ્રધાન, શેર-એ-હિન્દુસ્તાન નેતાજી સુભાષચંદ્ર બોઝ!

આજે 23 જાન્યુઆરીએ ‘પરાક્રમ-દિવસ’ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ભારતવાસીયો તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન …

જય હિન્દ!

શલોૐ…!

આ પોસ્ટ આ ભાષાઓ માં ઉપલબ્ધ છે

हिंदी বাংলা ગુજરાતી