પ્રોજેક્ટ ધર્મો રક્ષતિ રક્ષિતઃ શું છે?

babaisraeli.com20210121015467

પ્રોજેક્ટ ધર્મો રક્ષતિ રક્ષિત: આજથી નહીં, પરંતુ હજારો વર્ષો થી ભારતના સનાતની તથા રાષ્ટ્રભક્ત વિચારધારા ના વાહક, ઋષિ-મુનિઓ અને વિભિન્ન મહાપુરુષો દ્વારા શરૂ કરવામાં આવેલ હતો. જે આજે પણ ભારતની ધરતી પર સમાન વિચારધારા (સર્વે સન્તુ નિરામયા સર્વે સન્તુ સુખી ભવઃ ની વિચારધારા) ધરાવતા સનાતની અને દેશભક્ત હિન્દુઓ દ્વારા આગળ વધારવા માં આવી રહ્યો છે.

પુરાતન ભારતીય કુટનીતિ ને વર્તમાન સમય માં યથા-યોગ્ય સુધારાઓ સાથે સંકલિત કરીને બાબા ઈજરાઈલી ના દિશાનિર્દેશ માં આ પ્રમાણે-

1. પ્રોજેક્ટ ધર્મો રક્ષતિ રક્ષિત: હિન્દુ ધર્મ, એના આનુષંગિક પંથો, સાંપ્રદાયો તથા હિન્દુ ભૂમિ “આર્યાવર્ત” ના સંરક્ષણ, સંવર્ધન અને પ્રસારણ માટે કાર્યરત છે.

2. પ્રોજેક્ટ ધર્મો રક્ષતિ રક્ષિત: ધાર્મિક અજ્ઞાનતાને કારણે ભારત સહિત વિશ્વના હિન્દુ સમાજમાં ઉપસ્થિત ધાર્મિક વિચલનો અને વિસંગતતાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

3. પ્રોજેક્ટ ધર્મો રક્ષતિ રક્ષિત: હિન્દુઓ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી ધાર્મિક, સામાજિક, રાજકીય અને કૂટનીતિક ભૂલોથી બોધપાઠ લઈને, તેમની વર્તમાન પેઢીને ભવિષ્યમાં તેમના અસ્તિત્વની દિશા અને દશા (સ્થિતિ) નક્કી કરવા માટે કૂટનીતિ રીતે શિક્ષિત કરવાના પ્રયાસ કરે છે.

4. પ્રોજેકટ ધર્મો રક્ષતિ રક્ષિત: પોતાને બીજાઓ થી શ્રેષ્ઠ દેખાડવાની સ્પર્ધા (હોડ) માં, વૈશ્વિક હિન્દુ સમાજમાં ફેલાયેલ શ્રેષ્ઠતાવાદ (અલગાવવાદ), જેવા કે જાતિવાદ, પ્રાંતવાદ, વર્ગવાદ, ભાષાવાદ, આહારવાદ, કર્મવાદ અને વર્ણવાદ જેવા પ્રત્યેક પ્રકારના ‘વાદોં’ ને દૂર કરવાના પ્રયાસ કરે છે.

5. પ્રોજેક્ટ ધર્મો રક્ષતિ રક્ષિત: ‘હિન્દી-હિન્દુ-> હિન્દુસ્તાન, ઠાકુર-બામન-> પાકિસ્તાન’ ના કૂટનીતિક સિધ્ધાંતને ધ્યાનમાં રાખીને, સમસ્ત હિન્દુ સમુદાય જોડે થી ‘અલગાવવાદ’ ની જગ્યાએ ‘હિન્દુ-એકતા’ ને અતૂટ (અખંડ) રાખવા માટે સોગંધ લેવડાવે છે.

શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે-

“धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः।
तस्माद्धर्मो न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत्।।”

અર્થાત્, ધર્મ નો લોપ (નાશ) કરનાર નો, તે (ધર્મ જ) લોપ (નાશ) કરી દે છે. અને ધર્મ ની રક્ષા કરનાર ની ધર્મ પણ રક્ષા કરે છે. તેથી જ ધર્મ નો નાશ કદી ન કરવો, જેથી નાશ પામેલો ધર્મ આપણો નાશ ન કરી દે.

શલોૐ…!

આ પોસ્ટ આ ભાષાઓ માં ઉપલબ્ધ છે

हिंदी বাংলা ગુજરાતી